નદીની ધારા વહે છે જંગલ જંગલ,
જાણે પ્રકૃતિનું ગીત મંગલ મંગલ.
પર્વત પર્વત ને પથ્થર પથ્થર,
નિયતિની છે નિરાલીગતિ પલ પલ.
ઋતુચક્ર તો સતત ફરતું રહે છે,
ધરાથી ગગન સુધી કેવી હલચલ !
આ સૃષ્ટ્રિનું ચાલકબળ તો છે ચૈતન્ય,
અણુ અણુ માં વ્યાપ્ત છે સહજ સરલ.
દ્રષ્ટિ આગળ નર્યો ભર્યો ભર્યો છે વૈભવ,
પણ મર્કટ મન છે ચંચલ ચંચલ.
-દિનેશ નાયક “અક્ષર”