નહીં બોલું
હશે પ્રસંગ મારો, તોયે હું નહીં બોલું,
વિલાપ કરે મારો તોય હું નહીં બોલું.
નિષ્પ્રાણ હશે કાયા ને તમેય શોકમગ્ન,
નનામીનો હશે નજારો, તોયે હું નહીં બોલું.
ખુશીઓ જ બસ વહેંચી, હું તો નીકળ્યો છું,
અંત કાળે દો સહારો, તોયે હું નહીં બોલું.
અટકી જશે આંસુ, સૌની પાંપણ પર,
અંતીમ હશે કિનારો, તોયે હું નહીં બોલું.
લીલા થતા નથી કદી સુકાએલા પર્ણો,
દુઃખમાં કરો વધારો તોયે હું નહીં બોલું.
-દિનેશ નાયક “અક્ષર”