જો આવો મારા અંગત આંગણે,,
તો લાગણીઓ ની કંકુછાંટ કરું!
આમ ભીનાસ્મરણો લઈ ક્યાં જશો?
હું એમના માટે નાદાન દિલ નું દાન કરું!
લોકો તો વાતો કરશે દરિયા ની,,
હું હેત ની હેલી થી સન્માન કરું!
આ સ્વાર્થી જગત ને ક્યાં કદર છે,
હું હરખ ની હેલી માં ભીંજાઈફરું!
હજારો મળે તો પણ સુનુસુનું,,
તું મળે દુનિયા મારી રંગ રોગાન કરું!
જોયા છે કદી ચાતક ને નીરખી?
પ્રેમ પાછળ મોત નું, એ નિશાન ખરું
હવે બહુ કસોટી ના કરો આ રસ્તે,
સ્નેહ ની પીડાને તમે મળો, તો આસાન કરું!
જો આવો મારા અંગત આંગણે
તો ફરી લાગણીઓ ની કંકુછાંટ કરું!