પડી છે એમને એમ ચોપાટ
હજી સળવળે છે તારી વાટ.
આવ હજી જો સમય રહેતાં
તો ખાઇશું સંગે ગલીએ ચાટ.
સંવાદ મધુરો હતો ને રહેશે જ
આવ વાટ જુએ છે હજી ખાટ.
ના ,ના ને ના આમ કરે રાખીશ
તો વળશે જીવતરનો આ દાટ.
ને તને લાગે ભલે ખૂટી ગયો છે
પણ આપીશ પ્રેમ ભરેલી ફાંટ.
~ નિલેશ બગથરિયા
“નીલ”