છે ઘણી ભીડ, સજી છે મહેફિલ
પણ તું નથી.
આંખો ને છે શોધ તારી,મન ને પણ છે ઈચ્છા તારી
પણ તું નથી.
મિત્રો અને શુભેચ્છકો છે ઘણા,જે સતાવે ને મનાવે છે
કે તું નથી.
આંસુ ને પણ છે ખબર,છોડી જાય છે આંખોને કહીને
કે તું નથી.
મને પણ હવે પડી છે ખબર,સમજાવે કોણ આ બિંદિયા ને
કે તું નથી.
જીવંત છે આ ક્ષણ આશામાં તારી,તુજ છે બસ સંજીવની મારી
નહી તો પછી હું નથી.