પર્યુષણના મહા પર્વમાં(૨), બધાને માફ કરે,
હૈયાને હળવું કરે (૪)
સાવ અજાણ્યા લોકોને પણ સોરી કહેતો ફરે(૨)
સાચા સગા જે પાસે બેઠા છે(૨),મનમાં વેર ભરે,
હૈયાને….
કોઈ માંગે માફી એની શું કામ રાહ જુએ(૨),
માંગ્યા પહેલાં માફ કરે તો(૨), રુદિયામાં રામ રહે,
હૈયાને….
ભવોભવ થી બાંધેલી ગાંઠો છોડી દે આ ભવે (૨)
દુઃખ દીધાં તે સર્વ જીવોને (૨), ખમત ખામણા કરે,
હૈયાને….
દિપેશ શાહ