પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી
ચાહું હું ઉડવા આભ ની માંહી
પણ ઉડી ના શકુ હું એ ચાહી,
પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી..!
જોઇ બીજા ને મન મારું હરખતું
તેમ કરવાને મારું મન પણ ચાહતું
ઇચ્છું એમ થાશે ક્યારેક અહિં રહી,
પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી..!
દુનિયા ની ભીડ ને મારે માણવી છે
વૃક્ષો નો સાથ મારે જાણવો છે
શમવું છું ઇચ્છા વારંવાર એ કહી,
પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી..!
પાંજરા ની માંય મારું જીવન છે એકલું
એક જ ઓરડા માં તેને સદાય છે ઘૂંટેલું
બહાર ની દુનિયા મે સપના માં જ ઝંખી,
પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી..!