ઝાડ ઝાડ પર પાન પાન પર શરદનો પ્રભાવ છે,
વાયરે ઝૂલે ડાળ ડાળ પ્રકૃતિનો આ સ્વભાવ છે.
સૃષ્ટિનું સ્મિત હરદમ કેવું મનમોહક લાગે,
રમ્ય સૌમ્ય સુગંધિત પુલકિત જાણે લગાવ છે.
દેવોને પણ હોય છે દુર્લભ આ વન ઉપવન,
બાગ બાગ રંગબેરંગી કુદરત છલકાવ છે.
ઘડી બે ઘડી ભૂલી જવાય છે જીવનના વિષાદ,
નિરભ્ર મજાની મૌસમ જાણે માદક પડાવ છે.
મધમધતો પવન ફૂલોના બિડેલા દ્વાર ખોલે,
જ્યાં તડકાની હૂંફે આંગન આંગન હરખાવ છે.
-દિનેશ નાયક “અક્ષર”