હરઘડી હરપળ અકસર પિતાની યાદ આવે છે,
હૂંફ હિંમત આપતા અવસર પિતાની યાદ આવે છે.
એ થાય નોંધારા જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે,
ઘરમાં શિસ્ત સાથેનું ઘડતર પિતાની યાદ આવે છે.
હોય ના ખિસ્સામાં પૂરા પૈસા તો પણ માંગુ તે લઈ આપે,
પ્રેમ સંતાન પ્રત્યેનો સદંતર પિતાની યાદ આવે છે.
પરિવારને સુખી કરવા મહેનત કરી જાત ઘસી,
મુશ્કેલી ભર્યું તેમનું જીવતર પિતાની યાદ આવે છે.
પિતા એટલે બહારથી કઠોર પણ હ્રદયથી કોમળ,
જાણે દેવતા સાક્ષાત અંતર પિતાની યાદ આવે છે.
-દિનેશ નાયક “અક્ષર”