ગયા મંદિર પ્રથા થાવા.
ફરી જૂની કથા થાવા.
સમય આવ્યો ઘરે એવો
થયાં ભેગા,જુદાં થાવા.
એ ગુલદસ્તા છે કાગળના,
કાં જાઓ ત્યાં ફુદા થાવા.
મદદ નામે દુઆ માંગી,
ગયા કોઈ દુઆ થાવા?
પડી ગ્યાં જેમનાં લીધે
એ પણ આવ્યા ખભા થાવા.
નમક લૈ હાથમાં લોકો
નજીક આવ્યાં દવા થાવા.
રહી એકાંતમાં પે‘લાં
પછી હાલ્યા સભા થાવા.
નથી કોઈ મજા જગમાં
ન જાઓ ત્યાં જફા થાવા.
વૈશાલી બારડ