અધિકની અધિરાઈમાં ભક્તિ
તપ સંગ પ્રેમગાન ગવાયુ
પ્રેમ હતો એવો એટલે જ મશહૂર થયો,
રાધા રાણીએ મેળવ્યો ઝુરાપો
ને રૂકમણી બન્યા વામાંગી,
જામવતી તો સપનાં સેવે
પિતાના વચનની રાખી હરીએ
લાજ,વિચારી વિચારી મનોમન
હરખાતા,સત્યભામાને તો ભારે વિશ્વાસ,હું જ છું કાન્હાની પટરાણી…
પરંતુ આ શું બાપુ 16,000
હજાર રાણીઓનો કંથ
રડ્યો રાધા કાંજે, પ્રેમની અમર કહાણી બીજી હોઈ શકે કોઈ?
શ્રાવણ મહિનો આવ્યો ને વર્ષાની
ઋતુ ધરા ભિંજવે તો તો આંખો કેમ બાકી રહે?
આંખોમાં પાણી દિલમાં સંકલ્પ સજાવી એક જીદ્દી રાજકુમારી
તપ આચરવા બેસી’તી,
ન ટાઢ નડી ન તાપ ન નડી વર્ષા,
એક જોગિયા એક રાજકુમારીની વાત યાદગાર વાર્તા બની ગઈ,
જોતજોતા રાજકુમારી જોગીની
જોગણ બની ગઈ,કોઈ સ્મશાન વાસીની કહેતુ તો કોઈ અઘોરીની વામાંગી શું ફેર પડે છે? પ્રેમના રંગે રંગાઈ ગયેલી જોડીએ
સંસારને પ્રેમ નિભાવતા શીખવ્યું
સંસાર સમક્ષ આવ્યું સુંદરરૂપ
અર્ધનારેશ્વર શુ હોઈ શકે પ્રેમની
કહાણી આવા રાજા રાણી હોઈ શકે કોઈ ?
વાત પ્રેમની હતી, તો મીરાંબાઈ
કેમ પાછા હટે? કાન્હાના પ્રેમે ગલી ગલી ફરતાં રહ્યા મોરા ગિરધર ગોપાલ દુજા ન ભાય કોઈ,
રાણાના વિષમાં ગિરધર
નિહાળી પી બેઠા હળાહળ
છતાંય હરી નામ ન વિસર્યા,
લાગી લગન થયા ભક્તિમાં લીન,
નામ તો સાચુ ભુલાઈ ગયુ મીરાં
દિવાની બની ગઈ,આવી લગન લાગી શકે આ યુગે?
આવા પ્રેમના સમીકરણોના
જવાબ લાવતા ઉંમર વિતિ જાય
છે…
શૈમી ઓઝા “લફ્ઝ”