પ્રેમનું પુષ્પ ગમે ત્યાં ખીલી શકે છે,
દિલના દરબારમાં ગમે તેને બેસાડી શકે છે,
પ્રીતિનો નશો ચઢે પછી દારૂનો નશો ચઢતો નથી,
ચિતચોરને મનડાનો મનમીત બનાવી શકે છે.
સુખ સમૃદ્ધિ જીયા દેખાય પછી કંઈ દેખાતું નથી.
કરોડોમાંથી એકને ડાલામથો સિંહ બનાવી શકે છે.
મન દોડે હરણા જેમ પછી રોકી શકાતું નથી,
ચાહતના ચાંદ ને પૂનમનો ચાંદ બનાવી શકે છે.
પ્યારનું જનુન જ જુદું નૂર ગમે તેને દેખાડી શકે છે,
અઝીઝ પાછળ ફિદા થઈને રૂપનો આયનો દેખાડી શકે છે.