સુગંધ એની લાગણી મહી મુજમાં ખીલી,
જાણે વર્ષા ને આજે ભરી વાદળી મળી.
સુગંધ એની શબ્દો મહી મુજ માં ખીલી,
જાણે કલમ ને આજે અહીં શ્યાહી મળી.
સુગંધ એની હ્રદય મહી મુજ માં ખીલી,
જાણે જીવન ને આજે નવી દિશાઓ મળી.
સુગંધ એની આંખ મહી મુજ માં ખીલી,
જાણે અશ્રુઓ ને આજે નિત આશાઓ મળી.
સુગંધ એની પ્રીત મહીં મુજ માં ખીલી,
જાણે ઇતર ને આજે નવી સુગંધ મળી.