પ્રેમ સાચી રીત છે ખેલ્યા ન કર
હું જ જાણું છું કહી બોલ્યા ન કર
પ્રેમ નામે ગીત તું ગાતો બધે,
રાગ તાણીને બધે ડોલ્યા ન કર!
આંખડી મળતાંની સાથે સ્પર્શ છે,
સ્પર્શ મીઠો વાતમાં તોલ્યા ન કર!
કુમળી કાયામાં મન તો નાચતું,
યાદ લઈને સ્વપ્નમાં આવ્યા ન કર!
દિલ કહે છે એ જ સાચું હોય છે,
કાલની વાતોને તું ખોલ્યા ન કર!
– હર્ષિદા દીપક