શમણાંનાં શણગાર ફક્ત તારા માટે જ છે,
ઊર્મિઓ નો વરસાદ ફક્ત તારા માટે જ છે.
ઝાલીને તારો હાથ જ્યારે દુનિયા નિહાળું,
પ્રકૃતિનાં બધા રંગો ફક્ત તારા માટે જ છે..!
જાત ભૂલી જાઉં જ્યારે મને જોઇ હસે તું,
મારા હોઠો નું સ્મિત ફક્ત તારા માટે જ છે..!
તું આવને તને ખોળામાં વ્હાલથી સુવડાવું,
સુકૂનની હર એક પળ ફક્ત તારા માટે જ છે..!
નથી મારામાં મારું રહ્યુ કાંઇ, તું જ છે સર્વસ્વ
મારી આ જિંદગી ફક્ત તારા માટે જ છે..!
હેમાદ્રિ પુરોહિત