ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે,
ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે.
વૃત્તિથી નાહક કેવો બદનામ થયો છે !
બાગમાં ક્યાં એકની એને સંગત હોય છે.
આજે જુઠ્ઠાની ભલે ચારેકોર બોલબાલા છે,
અંતે સાવ સાચો જ અણીશુદ્ધ સત હોય છે.
ધધકતો ક્રોધી માણસ ખરેખર નર્ક છે,
પ્રેમથી છલકતો માણસ જન્નત હોય છે.
જિંદગીના રંગમંચ પર સૌનો કિરદાર,
નોખો માનવ અવતાર રહેમત હોય છે.
-દિનેશ નાયક “અક્ષર”