ફૂલો જોઈ થાતું માન
કેવા સુંદર છે ભગવાન
ચાલો દુ:ખો ચાવી જઈએ
અર્ધું અર્ધું ખાશું પાન?
એના નામે ઝાંઝર પહેર્યા
તેથી લાગુ જાજરમાન
જ્ઞાનપીઠ પંખી શું કરશે?
વૃક્ષ કરે જેનું બહુમાન
મારી સામે એણે જોયું
મારું કેવું ઊંચું સ્થાન
સુખ ને ઈશ્વર બંને સરખા
બને રહેતા અંતરધ્યાન
મુકેશ જોશી