એણે કંઇ ગઝલો લખીને પ્રેમ દર્શાવ્યો મને ,
દર્દનો એના,મસીહા ,કહીને લોભાવ્યો મને.
મિત્રનો પ્રસ્તાવ મોકલ્યો અને,હપ્તા પછી,
મારી પ્રોફાઈલ પ્રથમ વાંચી,ને સ્વિકાર્યો મને,
એક ઘર અસ્તિત્વમાં કૈ’ લાવ્વા યત્નો થતા,
હું તમારો શહેર છું , ને કેટલો બાળ્યો મને.
સાફ રસ્તા,જાહેરાતો,રોશની,સ્વાગતના હાથ,
પ્રેમના સૌ આશિકોએ ક્યાં ક્યાં કંડાર્યો મને!
શાળા, કોલૅજો કરીને બંધ “કોરોના” જુઓ,
ડીડી,દિક્ષા,વર્ચ્યુઅલવર્ગોમાં બોલાવ્યો મને.
છેડલો ફાડી કરી’તી , એણે નક્કર દુશ્મની,
એક મોકા પર મળીને ખૂબ શરમાવ્યો મને.