બધે બસ હવે જૂઠ શિક્ષા નડે છે.
અને ક્યાંક ખોટી પ્રતીક્ષા નડે છે.
વિશારદ બની સૌ ફરે છે છતાંયે,
જગત જો કરે તો પરીક્ષા નડે છે.
નથી જાણતા જે મુદ્દલ કામ તોયે,
અસલમાં થતી એ સમીક્ષા નડે છે.
ગયા લોક થાકી મને ગાળ આપી,
રહ્યો ચૂપ હું એ તિતિક્ષા નડે છે.
થયાં એમનાથી જરા દૂર તો બસ,
અમે છે જે લીધી એ દીક્ષા નડે છે.
દિલીપ ધોળકિયા,”શ્યામ”