બનુ એક નાનકડો દીવડો,
ને અમાવસ્યની રાતે વેદના મંત્રોનું સ્ફૂરન કરું.
બનુ એક નાનકડું કોડીયું,
ને નિરાકાર દુનિયામાં આત્માના સૌન્દર્યનું રસપાન કરાવું.
બનુ એક ટમટમતુ તારલુ,
ને રસ્તો ભટકેલ મુસાફરોને કર્મની કેડી ચીંધાડુ.
બનુ એક નાનકડું કોડીયું,
ને હ્વદયના કોરા કાગળ પર પ્રકાશની આભા રેલાવું.
બનુ એક નાનકડું ટમટમતુ કોડીયું,
ને નવી આશ – ઉમંગના નવલા વિચાર પાથરુ.
બનુ એક નાનકડું કોડીયુ,
ને માનવતાના દીપ પ્રજ્વલિત કરવા વિશાળ જ્યોતી અર્પુ.
બનુ એક નાનકડું તારલુ,
ને દીલ મંદિરમાં દીપ પ્રગટાવી તિમિર હદયના ટાળું.