એણે કીધી જ્યાં “ના”, બસ એનો મને વાંધો પડ્યો,
ને પછી કીધું “જા”, બસ એનો મને વાંધો પડ્યો.
દોસ્ત તારાં હાથે મરવાનો નથી અફસોસ, પણ,
વાંહે કર્યો તે “ઘા”, બસ એનો મને વાંધો પડ્યો.
તારાં પર વિશ્વાસ છે, એવું કહી, એણે કહ્યું,
ચાલ મારાં સમ “ખા”, બસ એનો મને વાંધો પડ્યો.
જિંદગી છે એક બાજુ, એક બાજુ મોત છે,
બેય કહે છે તું “જા”, બસ એનો મને વાંધો પડ્યો.
“પ્રકાશ-ઘાયલ”