ગાંધી મૂલ્યોનો દેખાડો કરી નેતાઓ ચૂંટાય છે બાપુ,
સ્વતંત્ર ભારત સમસ્યામાં સતત જકડાય છે બાપુ.
સત્યના પ્રયોગ તમારા પુસ્તક પૂરતા સીમિત રહ્યા,
સત્ય,અહિંસાના મૂલ્યો આજે ભૂલાય છે બાપુ.
ટોપી,રેંટિયો ને ખાદી યાદ તમારી રહી એટલી,
જયંતિ -નિર્વાણ દિને દેખાડો કરાય છે બાપુ.
સ્વરાજ માટે હથિયાર એક લાઠી પણ ડર્યા નહી તમે,
દાંડી કૂચનું ઋણ મોટું ક્યાં કોઈથી ચૂકવાય છે બાપુ.
આઝાદી માટે જંગ છેડયો ગોરા અંગ્રેજો સામે,
નીડરતાનું જીવન તમારું ક્યાં જીવાય છે બાપુ.
-દિનેશ નાયક “અક્ષર”