જયારે ના હતું કોઈ દુઃખ
અને ના હતી કોઈ ચિંતા,
હતા જે ખુશાલીના દિવસો
અને હંમેશા થતો આનંદ અને આનંદ;
તે બાળપણ કેટલું સુંદર હતું…
જયારે ના હતું કોઈ સ્થિતિનું ભાન
અને ના હતો કોઈ જવાબદારીઓનો ભાર,
હતા જે આનંદોના દિવસો
અને રહેતાં હંમેશા ખુશ અને ખુશ;
તે બાળપણ કેટલું સુંદર હતું.