બાહ્યને છોડીને આંતર સાથે જ સૌએ લડવાનું છે
જાતને જીતવી છે?, તો પછી જાતને જ નડવાનું છે
અસ્તિત્વનું ગણિત તો છે વ્યવહારિકથી સાવ નોખું
જે મૂકી દયે છે બધું એને જ અહીં બધું મળવાનું છે
કર્તાભાવ મૂકીને પછી જીવશો સાક્ષી તરીકે તો જ
સમજાશે કે જે નથી થવાનું એ જ તો કરવાનું છે
ઉંદરોની રેસમાં જીતશો કે હારશો રહેશો ઉંદર જ
કાળનાં ત્રિભેટમાં અદ્રશ્ય ચોથાં ખૂણે જ વળવાનું છે
પદ,પ્રતિષ્ઠા,મય,માનુની,મોહ આ બધું તો છે ક્ષણીક
સાચું મેળવવાનું તો ઈશ્વરને જ હળી મળી લેવાનું છે
-મિત્તલ ખેતાણી