સ્વાર્થ હોય ને તો જ દુનિયામાં બધાં કામ કરે છે
બુદ્ધિ કરતાં પણ જગમાં વધુ શ્રદ્ધા કામ કરે છે
ખોપડીમાં ઉતરે ને જે એ ચોપડી જ છે કામની
થાક ઉતારે જીવનનો એવી જ કથા કામ કરે છે
પાળિયાં ભલે ને થઈ ગયાં હોય પોતે પાળિયાં
દેશમાં હજું શહીદોની પ્રેરણા ગાથા કામ કરે છે
રાગ સરળતાથી નથી મૂકતાં સજ્જનો તેથી જ
જીવનકર્મ કરાવવાં દ્વેષ,દગો,વ્યથા કામ કરે છે
જે નિમિત્ત ગોતતું હતું અસ્તિત્વ રાવણનાશ માટે
તેમાં શુપર્ણખાની નાક કાપવાની સજા કામ કરે છે
-મિત્તલ ખેતાણી