બેબાકળી જિંદગી એક દોડ છે,
છે બધા માનવ તોય ફ્રોડ છે,
આંખે જોય અનેક કુસત્ય,
તોય લાગણીમાં ક્યાં કોડ છે,
કરી થાક્યો હું પ્રાર્થના દાદાને હવે,
માનું કેમ મંદિરમાં હવે ગોડ છે,
પળ બે પલની જિંદગીમાં શું વધ્યું,
પામવી છે સૌ માનવીને હોડ છે,
પૂછે કોઈ મને ‘દુશ્મન’ અહીં આવી,
દરદના દરિયાની માનવ શું જોડે છે.
~ મયુર રાઠોડ ‘દુશ્મન