બે જિંદગી,
એક ચહેરા નીચે જીવું છું.
સતત જાતને ધિક્કારીને,
જાત સાથે જ ઝઘડું છું.
આ કિનારો કે એ કિનારો, એક પણ મારો નથી..,
નદીની જેમ વહેતી જવું છું,..
એવું નથી કે..એ મારા અસ્તિત્વમાં નથી,
પણ હું જ ક્યાંક ચૂકી ગઈ છું.
સહેલું નથી જાતને સમજાવવી ને ફરી ધિક્કારવી..ફરી સમજાવવી,
એટલે જ કદાચ અંદરથી મરીને ઉપર થી જીવું છું.
શું જરુર વિખવાદની ?
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...