લઈ લે તું પણ ભાગ, આ તો જીંદગી ની દોડ છે,
પછી ભલે જે પણ થાય….
ના કરીશ તું ચિંતા પરિણામ ની, મજા લે તું આ સફરની,
પછી ભલે જે પણ થાય….
જાણું છુ લક્ષ્ય છે તારું દુર્ગમ, પણ આંખ મીચી જોવા માં શું ગમ !
પછી ભલે જે પણ થાય….
માર્ગ તો કઠિન છે આ જિંદગી નો, પણ એકવાર શરૂઆત તો કર,
પછી ભલે જે પણ થાય….
હાર–જીત તો મળશે આ દોડમાં, તુ પ્રમાણિકતાને ના છોડતો,
પછી ભલે જે પણ થાય…..
જીતીશ તુ પણ આ જીંદગી ની દોડ ઓ મુસાફિર, પણ તું સ્વાભિમાન ના ભૂલતો,
મળવાનું છેલ્લે મોત જ છે,આ વાત કદી ના ચૂકતો, પછી ભલે જે પણ થાય….