મકર સંક્રાતિ આવી રે !
મકર સંક્રાતિ આવી રે, આકાશે શરતો લાગી રે,
સૂરજ ઊગ્યોને સૂરતા જાગી રે,
રંગબેરંગી પંતગો લહેરાતાં,
મંદ મંદ સમીરે અસવારી રે.
ધીમે ધીમે પંતગ હવાની ખોજમાં,
સરસર સરકીને ચગનારી રે,
પ્રભાતનાં પ્રહરે પોઢેલા પોયરાની નિંદરા ,
ઝબકીને ભ્રમણા ભાંગી રે.
મનગમતા સૌ ગીતડાં ગાતાં રે,
સૂરનો નાદ ચિચિયારીઓમાં છવાયો ,
ઊંચે જોતાં પાંપણોના પોપચાં ખૂલતાં,
આવી ત્યાં જ રાત અંધારી રે.
હૈયામાં હરખ હિલોળે ઝૂલતાં ત્યારે,
વળતાં પહોરની લગની લાગી રે.
– શામજી બાબરિયા ‘શ્યામ’