માણસોની ભીડમાં એકલાં રહેવાની મજા છે,
કે તને તુજમાં,મને મુજમાં રહેવાની મજા છે.
જ્યાં ભરાઈ હો મહેફિલ દર્દની તો શું કહેવું !
સૂણવા કરતા ત્યાં સૌને,ખુદ કહેવાની મજા છે.
ને આ મારા દર્દ તો મારા સગાઓની કૃપા છે.
ઝખ્મ એ ભરવા ન કરતાં,સહેવાની મજા છે.
એક બંધાયેલ સાગરમાં નદીનું મળવું,જુઓ !
બૂંદ ખુદ બોલી ઉઠી કે,”હાં,વહેવાની મજા છે.”
આપતી જો હોય પોતે જિંદગી સિતમ તો સાચે,
જિંદગી એ જીવવા કરતાં તો મરવાની મજા છે.
વૈશાલી બારડ