કરી લે દોસ્ત આ મજા મસ્તી
પછી ક્યાં આ જિંદગીની પળ આવશે ,
છે અત્યારે હાથ પગ સાજા
પછી ક્યાં આ કામની શતરંજ કામમાં આવશે ,
લઈ લે આ સાઇકલ પડી જે
પછી સાંજ ટાણે તને મૂકવા કોણ આવશે,
ખાઈ લે આ પિઝ્ઝા બર્ગર
શું ખબર આ દાંત તારા કયા સુધી સાથ આપશે ,
જોઈ લે થોડી ફિલ્મ અમારી સાથે
પછી આ સીસોટી તારી કેમની તાલ આપશે ,
જોયું છે આ તારું મોટું હાસ્ય
પછી આ તારું ચોકઠું જ કામ આપશે ,
જીવી લે થોડી અમારા સાથે ઝીંદગી
પછી ક્યાં જીવવાની પરમિશન આપશે.
અનુજ
મોટા ભાઈને પગલે-પગલે, ચાલે જે નાનો ભાઈ, અંતરથી જે અનુસરે, અનુજ એ કહેવાય. રઘુનંદનનો પડછાયો થઈ, લક્ષ્મણ વનમાં જાય. શત્રુઘ્નને...