વાતો કરવાની તાલાવેલીને સમયનું બહાનું બતાવી
કેટકેટલાં શબ્દો મનમાં જ દબાવી
તારી નયનરમ્ય મુખાકૃતિ યાદ કરી નયન જૂકાવી
તને જોવાની જંખના ને મનમાં જ છૂપાવી
તારા કર્ણપ્રિય અવાજની સ્મૃતિ અપાવી
તને ફરી સાંભળવાની ઈચ્છાને મનમાં જ છૂપાવી
તારા પહેલા સ્પર્શનો મિઠો અહેસાસ યાદ અપાવી
પુનઃસ્પર્શવાના સમણા મનમાં જ સમાવી
તારા વિરહની વેદનાને નસીબ ગણાવી
ફરી તને પામવાની આશાને મનમાં જ ભુલાવી