જે બીજાની જ ભૂલો પર સદા કડક વાર કરે છે
ખુદનાં અપરાધોનો ક્યાં કદી તે સ્વીકાર કરે છે
જાણતાં અજાણતાં સર્જી અપરાધિક અંતરાયો
બીજાનાં સાર્થક સ્વપ્નોનો તે ગર્ભ સંહાર કરે છે
જગમાં તો દુર્લભ હોય છે આચરણ કરનારાં જ
ફક્ત સૂચનોવાળાં તો વાણી વ્યભિચાર કરે છે
નડી છે દુનિયાને સદા સજ્જનોની નિષ્ક્રીયતા
દુર્જનોની સક્રિયતા તો ક્યાં એટલો પ્રહાર કરે છે
જીતીને સાતમો કોઠો પોતે જ ન બની જાય ઈશ
સજ્જનને હરાવવા પ્રભુ એટલે માયાજાળ કરે છે
-મિત્તલ ખેતાણી