જો’તો રહ્યો હું તો હવે નજરો તમારી એકલી,
બસ એ હતી કેવી ઝુકી જે છે અમારી એકલી.
વાતો કરેલી તો ઘણી યાદો બનીને છે રહી,
એ પ્રેમ ભીની આંખમાં યાદો સમાવી એકલી.
આંખો હવે આંસુ ભરી પલકો થઈ ભીની અહીં,
આપી હતી જે લાગણીઓ એ સવારી એકલી.
એ આપણી દોસ્તી રહી આધાર થઇ કેવી ખરી,
સાથે રમી મોટા થયા યાદો મઠારી એકલી.
આજે ઉપાડી છે કલમ ને ઓથ તારી જે મળી,
ને બસ હવે તો એ કહાની છે ઉતારી એકલી.
છે રાહમાં આંખો અહીં તો આશરો થઇ તું રહી,
તો’એ હવે પાછા ફરી નજરો નમાવી એકલી.
સાથે લઈને આવવાં જો મન મનાવ્યું છે અહીં,
આજે તને તો પામવા “ધીરે” મનાવી એકલી.
ધિરેનકુમાર કે. સુથાર “ધીર”