મારે મારો વૈચારિક વંશ વધારવો છે
સત્ય,પ્રેમ,કરુણાનો અંશ વધારવો છે
આત્મા ય કદી થઇ જાય છે સુશુપ્ત
સતર્કતાનો અલ્પ દ્વંશ વધારવો છે
જાંબુવન તમે ગાવ ને સતત મહિમા
પૂંછડીથી લંકા ઘ્વન્શ વધારવો છે
મેનકા રૂપ બદલી રોજ કરે તપોભંગ
માયાનો મોહ વિઘ્વન્શ વધારવો છે
સાધન,સાધના પડે ટૂંકા સાધ્યસિદ્ધિને
મન સરોવરનો મારે હંસ વધારવો છે
-મિત્તલ ખેતાણી