મળે કોઈ અવસર તો સ્વીકારી લો સ્નેહે
કાલ ફરી એ તક મળે ન મળે …
આજે મળી છે માતાના પાલવની છાવ,
માણી લો આ માતૃત્વ ને…
કાલ ફરી એ છાવ મળે ન મળે..
આજે મળી છે પિતાના સ્નેહની મૂડી,
માણી લો આ સંપત્તિ ને..
ફરી એ વિરાસતમાં મળે ન મળે…
આજે મળી છે ભાઈ સાથે પ્યારી લડાઈ,
માણી લો એ હારને ..
ફરી એ હાર જીત મળે ન મળે..
આજે મળી છે જે બહેનની દિવ્યતા ..
માણી લો એ મોજથી ..
ફરી એ દર્શન મળે ન મળે..
આજે મળી છે જિંદગી ને શ્વાસ ની દોલત
માણી લો અમૂલ્ય ઝવેરાત ને…
ફરી આ જિંદગી ની કાલ મળે ન મળે..