આપી શકું કોઈને એવી આજ તો દુવા મળે
પણ પછી કોઇ અહેસાન ભરી નજર ન મળે
સાંભળે તો ભલે સાંભળે આ ભીંત આખી
વાત કોઈ પણ હવે જો મોણ વગર ન મળે.
ભલે બનાવટી લાગે આ સંબંધો જીવનભર
આ માણસ કોઈ હવે મોહરા વગર ન મળે.
કપાવી પડે સાંભળી ભારેખમ ટીકાઓ પછી
છતાં પણ પેલો ઉંદર સાત પૂંછડી વગર ન મળે.
ભલે ઘટતું જ રહે જીવનભરની દોડ પછીયે
પણ આ ગણિત સરવાળે વદ્દી વગર ન મળે.