દુનિયા પર આવી એક મહામારી છે,
જે પડી માનવજાત પર ખૂબ ભારી છે.
રહેશો ઘરમાં તો જ રહેશો સલામત,
નીકળતાં જ બહાર ડોક પર આરી છે.
રહે છે જેને પોતાનું ઘર સમજીને તે,
સાંભળો! તેનું નામ તો ભાજી તરકારી છે.
ન હોય શરદી ખાંસી ભલે, માસ્ક તો પહેરવું,
સમજી લો! નહીં તો હવે વારી તમારી છે.
ન લાગવું ગળે ન કરવા શેઇક હેન્ડ,
સોશિયલ ડિસ્ટન્સ જ સમજદારી છે.
આવી બહારથી ક્યાંય ન અડકશો તમે,
વારંવાર હાથ ધોવાની ટેવ જ સારી છે.
કરોનાનાં જીવાણું રહેશે દશ કલાકો,
સેનેટાઇઝર લગાવાની વાત પ્યારી છે.
હોય મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા,
ઘરે જ ભજવા ઈશ્વર સાચી ખુમારી છે.
આપો સાથ સહકાર ફરજ બજાવે જે,
તે ડોક્ટર, નર્સ, પોલીસ, બેંક કર્મચારી છે.
પાળી નીયમો ને થઈ જજો કોરોન્ટાઇન,
જો કરોનાથી બચવા તમારી તૈયારી છે.
વાત આ નાની જ અમથી ને પ્યારી મારી છે,
કરોનાને હરાવવા તૈયાર મારી સવારી છે.
આરતી રામાણી “એન્જલ”….