અડકીએ તો પત્થર ને પૂજીએ તો હો ઈશ્વર એવું
નજીક જઈ ને જો કદાચ કોઈ માણસ જેવું લાગે.
આડે હાથે મુકાઈ ગયેલી કોઈ માલમત્તા ભલે ના મળે,
હૃદય માં છુપાયેલી લાગણી હોય તો જણસ જેવું લાગે.
કેસરિયા આકાશ માં ગુલાબી હો સાંજ જેના ભેગું,
પ્રેમ વગર નું જીવન પછી નકરું કણસ જેવું લાગે.
હશે…ઈશ્વર કરશે સૌ સારાં વાનાં અહીં પણ જોજો,
હૃદય ના રામ ને પૂજીએ એ રીતે કે માણસ જેવું લાગે.