નીકળે છે શોધવા રાત – દિ ખુદાને
એકવાર અંતરમાં, ઝાંખી તો જો…
કરે રોજ ઈબાદત ખુદ સુખી થવા કાજ
બીજાને નિજાનંદ, આપી તો જો…
તનને મઠારવા નવા માર્ગ શોધે ,
મનનો મેલ, કાઢી તો જો…
આની કમાવાની અટકડ શોધે છે
વાણીમાં નિર્મળતા લાવી તો જો…
મદદ માટે આમ તેમ ફાંફાં મારે છે
બીજાને મદદ કરી તો જો…
ભલે કહે તું ખુદા બનીશ હું
એકવાર માણસ બની તો જો…
~ દિવ્યા ચૌબિસા