સદા દેખાય છે હસતો, છતાં અંદર રડે માણસ,
ચહેરા પર મહોરાઓ, પહેરીને ફરે માણસ.
પહેરે વાઘ નાં ક્યારેય, આ મોઢું બિલાડીનું,
ખભા પર હાથ મૂકીને, છુરી પાછળ કરે માણસ.
ન જાણે કેટલાં રંગોને, હૈયામાં છુપાવે છે,
હવે, રંગો બદલવામાં, કાંચિડાથી ચડે માણસ.
હવે ક્યાંથી કરું આશા, કે રાખે પ્રેમ હૈયામાં
સિમેન્ટ કોંક્રિટ નાં જંગલોમાં જો રહે માણસ.
દિપેશ શાહ