કરું છું,એક ભીતર ની વાત
ચકરાવે ચડિયુ ચિત્ત આજ
ભાસે ભયંકર પવન ની ચાલ
બંધ થયા હરએક દ્વાર
ન પ્રવર્તે આશાકેરો ઉજાસ
સુઝે નહિ કોઈ ઉપાય
ચમક્યો એક અજીબ વિચાર
નીકળી પામવા સુખનો સાથ
ભૂલી ને સર્વે સાચી રાહ
કર્યા નિષ્ફળ પ્રયત્નો અથાગ
માપવા મુશ્કેલીઓનો તાગ
છતાંય ન થયું સત્યનું જ્ઞાન
ફસાઈ હું સંસાર સમુદ્રમાં નાથ!
ન મળે સહારા કાજે તણખલા કે પાન
ત્યારે થયો ભૂલ નો આભાસ
મૃગજળ પામવા ધસતી રહી જાત
નિરર્થક નીવડ્યા સઘળાં કામ
થઇ અજાણતા ભૂલો અપાર
સાંભળી મારો વિનંતી નાદ
આપો મુજને દયારૂપી પ્રસાદ
પ્રભુ! ભક્તને કરો માફ
માધવ મૃગી કરે વલોપાત
શું જરુર વિખવાદની ?
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...