એ જતાં જતાં કહી ગયા મારા કાનમાં,
હવે મળીશું આપણે ફકત અનુસંધાનમાં,
ઈચ્છાઓ સઘળી રાખજે તું હૃદય મહીં,
હવે રહેશે હકીકતો બધી અનુમાનમાં,
રૂમાલ એ સંતાડી દેજે કબાટના છેલ્લે ખૂણે,
આંખો ની ભીનાશ હવે રહેશે સંધાનમાં,
ડાયરી ના પાનાં વચ્ચે મૂકેલું એ ગુલાબ
તું મૂકજે પછી એને પ્રેમ ના કબ્રસ્તાનમાં,
આહ… આ દર્દ ઓછું થાય એમ નથી
ચિરાઈ છું હું અને એમની તલવાર મ્યાનમાં,
પ્રેમ ની એ ઘટના કહું કે કહું મમત ની રમત,
હૃદય આપતા મેં આપી દીધું ભલે રાખે એ દાનમાં,