કંઇક આવ્યા અને ગયાં અહી તો ,
જે રહ્યા એનો જ હિસાબ છે .
વાતો ના આવડે ભલે એને લાખો ,
મને બોલાવવાના ઉપાય હજાર છે .
વર્ષો બાદ મળ્યા એક સરખા મન ,
લાગણી ઓ પણ હવે તો બધાની સમાન છે .
કોઈ હઠીલું તો કોઈક શાંત જાણે ,
મેઘધનુષ્ય જેમ બધાંના રંગ અલગ છે .
અમુક સલાહકાર ને અમુક સંકટ સમયની સાંકળ ,
સાથે સાથે હર એક ના કિસ્સા હજાર છે .
હું શું જાણું મારા વિશે ,
મારા વિચારો ના તો એ બધા જાણકાર છે .
જીવન છે કઈ વાતો થોડી ,
પણ કાંટા પર ફૂલો પાથરવા ય તૈયાર છે .
કંઇક આવ્યા અને ગયા અહી તો ,
જે રહ્યા એનો જ હિસાબ છે .