મારા હીરો – મારા પપ્પા
આ નથી કોઈ નવાઈ ની વાત
બધા ના અભિપ્રાય નો છે મને સાથ
હર દીકરી ના પિતા, હોય છે એના હીરો
પણ તમારા માટે, ઓછા પડશે મને શબ્દો.
તમારું વ્યક્તિત્વ બીજા બધા કરતા હતું અનુપમ
તમારું સંપૂર્ણ જીવન હતું….પરિવાર ને સમર્પણ
કોઈ તમારી પ્રશંસા કરે, કે કરે પછી ટીકા હરદમ
તમારો પરગજુ સ્વભાવ ક્યારે ન પડ્યો મધધમ.
મારા ડેડી, હસમુખ એવા
કે જ્યારે એમનો ચેહરો યાદ કરું,
તો મુસ્કુરાતો જ યાદ આવે.
ખરાબ લગાડતા તો એમને આવડતું જ નોહતું.
પાણી ની એક બુંદ પણ તમને ખુશી આપતી
અને બીજા ના દુઃખ માં તમને રડવું આવતું
ખુદા એ તમને અતિશય પ્રેમાળ
અને વિશાળ દિલ ના મલિક બનાવ્યા હતા.
છેવટે તો તમારી દીકરી છું.
કાંઈક તો તમારી ગુણવત્તા આવશે જ.
મને ખુશી છે
કે તમારી ક્ષમા ની ક્ષમતા,
પ્રભુ એ મને પણ થોડી આપી છે.
તમારી જેમ, હું પણ
વ્યવસ્થિત રહેવાનો પ્રયત્ન કરું છું
મારા દરરેક કામમાં, તમારી આવડત પરોવુ છું.
તમારી જેમ પધ્ધતિસરનું કામ કરૂં છું.
વર્ષો પછી પણ તમારી કમી ખૂબ અખરે છે,
તમારા વગર આજે પણ ઘર ખાલી લાગે છે.
તમારી હંસીની ગુંજ આજે પણ સંભળાય છે,
તમારી યાદમાં આજે પણ આસું છલકાય છે.
પિતૃત્વનો સાચો અર્થ સમજાવી ગયા તમે.
તમને કેમ કરી ભુલી શકીએ અમે?
ભાઈઓને તમારી રીત અપનાવાની સલાહ આપૂછું
તમે અમને સોનેરી બાળપણ આપ્યું, એ યાદ અપાવું છું.
તમારી જીવન શૈલી
સદૈવ મારા માટે એક આદર્શ રહેશે.
આવનારી પેઢી પણ તમારી ગાથા સાંભળશે,
તમારી યાદો હમેશા અમારા હૃદય માં જીવિત રહેશે.
શમીમ મર્ચન્ટ,