મારા ગયા બાદ યારતું મારી કહાની લખજે
પ્રેમ, ચાહત, લાગણી, એહસાસ લખજે
લખજે તું એને અફાટ રણની તરસ લખજે
ચંચળ હવા, લહેરાતી ઘટા, રંગે પ્રેમાળ લખજે
આ નજરોમાં બદલતા મૌસમની છટાઓ લખજે
ઘોર એકાંત, લાંબી રાતો, ને તારી યાદો લખજે
એ ચહેરાની કરચલીઓ માં તું નવું યૌવન લખજે
લખજે તું શોર કહી, કહી નીરવ સન્નાટો લખજે
વીતેલા પળોમાં પણ તું મળવાનું બહાનું લખજે
કોઈ સાંજ, કોઈ રાત, કોઈ સવાર મહેકતી લખજે
નવા હર એ પળોમાં તું વાતો એ જૂની લખજે
ક્યાંક વાદળ ,ક્યાંક વીજળી ક્યાંક અનરાધાર લખજે
મારા ગયા બાદ યારતું મારી કહાની લખજે.