નયનને પ્યારી છે મારી લાડકી,
જીવથી વ્હાલી છે મારી લાડકી.
દી’ ઉગતા જ કલરવ કિલ્લોલ કરે,
લાગણીથી ભરી છે મારી લાડકી.
પ્રેમ, મોહ, લાગણી આપી એવી,
નખરાળી ન્યારી છે મારી લાડકી.
વ્હાલનો દરિયો, એણે પ્રેમ કર્યો,
એવી નખરાળી છે મારી લાડકી.
આજ મનમાં દરિયો છલકાયો,
પ્રણય કેરી વાડી છે મારી લાડકી.
©️ મયુર રાઠોડ ‘દુશ્મન’