જેમ શાંત પાણીમાં વમળ મળે,
એમ આ એકાંતને કલમ મળે.
આ હવાને તે કર્યો સ્પર્શ હશે,
વાતાવરણ માં એટલે તોફાનો મળે.
વાદળી થઈને વરસી તો જો,
વેરાન રણને પણ બળ મળે.
એ નથી અભરખાં કે લોકો હજાર મળે,
બસ,મને મારા પોતાના બે,ચાર,મળે.
ભર ચોમાસે રૂપ તારું જોઈને,
જાણે હજારો એહસાસો ને કળવળે.
કોણ છે ? આ સાથે ચાલી રહ્યું છે,
જ્યાં હાથ લંબાવું તો પડછાયો મળે.
કાગળ પર લખ્યા અઢી અક્ષર અમે,
કલમને ટેરવે ત્યાં શબ્દો સેંકડો મળે.