સ્પર્શ તારો અનેરું સ્પંદન,
મા તુજને રોજ છે વંદન.
સંસ્કાર આપી સઘળાં જ,
સજાવ્યું મા તે મારું સદન.
હોય ના મા તું સાથ મારી,
એકલતા જ ઘેરે મને તદ્દન.
લાગણી તારી ભીંજતી મા,
આપે છે હમેંશ સાચું મનન.
સૌમ્ય ને શાંત તું મા રહીને,
સ્વભાવે આપે કેવું! અમન.
અને ફૂલોની જરુર નથી મને,
મહેકે છે ઘરે મા રુપી ચમન.