મીત્રતા કાજે ધબકતો એક તો ધબકાર છે..
જીંદગી સાથે સતત ગુંજી રહ્યો રણકાર છે..
ખુબ જતનથી જાળવીને મીત્ર નામે ચીત્રને,
સાવ કોમળ ટેરવે આપ્યો અમે આકાર છે..
વાત છે જો પ્રેમની તો પ્રેમથી બસ જીવશું,
જેમ છે એમ જ અમારે મીત્રનો સ્વીકાર છે..
કૃષ્ણ જેવા સારથી ને હાથ જો સૂકાન હો,
કોણ સામે આવશે ના કોઈની દરકાર છે..
જીવશું બસ આજ સાથે કાલની ચિંતા નથી,
સાથ હો સાથી પછી સપના બધાં સાકાર છે.
સાથ ને સહયોગ ત્રીજી વાત ના આવે પછી,
કાયદા જુદાં અહીં બસ મીત્રતા સરકાર છે.
સૌ મિત્રોને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
~દિલીપ ધોળકિયા,”શ્યામ”